મોરબી : મોરબીમાં તખ્તસિંહજી રોડ ઉપર એક મોટા સ્પીડબ્રેકર ઉપર ખાડો પડ્યો હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે અહીં અવારનવાર ટ્રાફિકજામ પણ રહે છે. આ સમસ્યાને કારણે આસપાસના વેપારીઓની પણ મુશ્કેલી વધી છે. જેથી આ મામલે તંત્ર દ્વારા તુરંત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.