મોરબી : મોરબી શહેરમાં આજરોજ 15 ઓક્ટોબરના રોજ વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વિકાસ સપ્તાહની પુર્ણાહુતિ આજરોજ કરવામાં આવી હતી. આ વિકાસ પદયાત્રા આજે મોરબીના મણી મંદિરથી પ્રસ્થાન થઈ હતી અને ગાંધીબાગ ખાતે આવેલી ગાંધીજીની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી.મોરબી શહેરમાં યોજાયેલી આ વિકાસ પદયાત્રામાં મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી, ઇન્ચાર્જ ડીડીઓ એન.એસ. ગઢવી, ડીવાયએસપી વી. બી. દલવાડી, ડેપ્યુટી ડીડીયઓ સહિતના અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ સહિતના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ પ્રસંગે સૌએ શપથ પણ લીધા હતા અને ત્યારબાદ વિકાસ સપ્તાહની પુર્ણાહુતિ થઈ હતી.