વાંકાનેર: મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે વાંકાનેરના ખેડૂતોના હિતમાં મહત્વની રજૂઆત કરવામાં આવી હતી. મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાની આગેવાની અને પૂર્વ ધારાસભ્ય મહંમદ જાવેદ પીરજાદાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ રજૂઆત વાંકાનેર મામલતદાર મારફતે રાજ્ય સરકાર સમક્ષ મોકલવામાં આવી છે.કોંગ્રેસ સમિતિએ મામલતદારને કરેલી રજૂઆતમાં વાંકાનેર વિસ્તારના ખેડૂતોને મગફળીની ખરીદીમાં પોષણક્ષમ ભાવ મળે અને વધુ ખરીદી થાય તેવી માંગણી કરી છે. આ સાથે જ, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક વળતર રૂપે 1,30,000 જેવી રકમ સીધી ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવે તેવી પણ ભારપૂર્વક માંગણી કરવામાં આવી હતી.આ રજૂઆત દરમિયાન, વાંકાનેર તાલુકા કોંગ્રેસ પ્રમુખ વનરાજભાઈ રાઠોડ, એ.પી.એમ.સી.ના ચેરમેન ગુલાબભાઈ પરાસરા, વાઇસ ચેરમેન નાથાભાઈ ગોરીયા, જિલ્લા પંચાયત સભ્ય કરસનભાઈ લુંભા, તેમજ કોંગ્રેસના અગ્રણી નેતાઓ જેવા કે નારણભાઈ ખેરવાડિયા, આબિદભાઈ વડવાળા, જશુભાઈ ગોહિલ, દાનાભાઈ, ફારુકભાઈ કડીવાર, ગનીભાઈ પટેલ, મૂળજીભાઈ રાઠોડ, વાલજીભાઈ સહિતના તમામ ખેડૂત આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.