ટંકારા : ટંકારા તાલુકાના સજનપર ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તા. 23-10-2025 ને ગુરુવાર (ભાઈબીજ)ના રોજ બાપા સીતારામ ગૌ સેવા યુવક મંડળ તથા સમસ્ત સજનપર ગામ દ્વારા આયોજિત ગૌશાળાના લાભાર્થે મહાન ઐતિહાસિક નાટક જેસલ તોરલ અને હાસ્ય રસિક કોમિક ગાંડિયાની ગાંડાઈ રાત્રે 9:30 કલાકે આયોજન કરવામાં આવ્યું છે. તો દરેક ધર્મ પ્રેમી ગૌ પ્રેમી જહેર જનતાને નાટકમા પધારવા બાપા સીતારામ ગૌ સેવા યુવક મંડળ તથા સમસ્ત સજનપર ગામ વતી હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. આ નાટકનું લાઈવ પ્રસારણ શ્રી આલ્બમ યુ-ટ્યુબ ચેનલમાં નિહાળી શકાશે.