મોરબી : મોરબી તાલુકાના નવા જાંબુડિયા ગામની સીમમાં આવેલ શિવમ બોર્ડર ટાઇલ્સ નામની ફેકટરીમાં કામ કરતા અને અહીં જ રહેતા શ્રમિક મડકામ ટોસે બિરવા ઉ.41 નામના યુવકનું ઉંચાઈ ઉપરથી પટકાતા. ગંભીર ઇજાઓ થતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.