વાંકાનેર : દિવાળી પર્વને લઈને વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેથી દલાલભાઈઓ, વેપારીભાઈઓ અને ખેડૂતભાઈઓને જણાવવામાં આવ્યું છે કે, તારીખ 18 ઓક્ટોબર ને શનિવારથી 26 ઓક્ટોબર ને રવિવાર સુધી દિવાળીના તહેવાર નિમિત્તે યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે. રજાના દિવસોમાં ઉતરાઈ સદંતર બંધ રહેશે. તારીખ 27 ઓક્ટોબર ને સોમવારથી રાબેતા મુજબ માર્કેટ યાર્ડનું કામકાજ શરૂ કરવામાં આવશે તેમ જણાવાયું છે.