મોરબી : મોરબી જિલ્લાના પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિની હાલમાં જ નવા બનેલા વાવ-થરાદ જિલ્લાના કલેક્ટર તરીકે પ્રમોશન આપી બદલી કરવામાં આવી હતી. ત્યારે જે. એસ. પ્રજાપતિ દ્વારા મોરબીમાં પોતાના ફરજકાળ દરમિયાન પ્રજાપતિ સમાજ માટે અનેક ઉપયોગી માર્ગદર્શન અને કાર્યો કર્યા હતા. જે બદલ શ્રી વરીયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ અને વરીયા પ્રજાપતિ સમાજ દ્વારા જે. એસ. પ્રજાપતિનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.શ્રી વરીયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા આ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વરીયા પ્રજાપતિ સમાજની મોરબી, થાન, વાંકાનેર, રાજકોટ સહિતના વિસ્તારોના વિવિધ સંગઠન, સમિતિના આગેવાનોએ વાવ-થરાદના કલેકટર જે.એસ. પ્રજાપતિને સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત વરીયા પ્રજાપતિ સમાજના 19 નિવૃત્તિ સરકારી કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.