મોરબી : આવતીકાલ તારીખ 15-10-2025 ને બુધવારનાં રોજ PGVCL ના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી ન્યુ બસસ્ટેન્ડ ફીડર સવારે 7-30 વાગ્યા થી બપોરના 3 વાગ્યા સુધી નવીલાઈનકામની કામગીરી તેમજ ફીડર સમારકામ માટે બંધ રહેશે. જેમાં હાઉસીંગ બોર્ડ (શનાળા રોડ), ઉમિયા નગર, જીઆઇડીસી, ચિત્રકૂટ, પંચવટી, સારસ્વત, ક્રીષ્ના સોસાયટી, ગ્રીન લેન્ડ પાર્ક, રાધા પાર્ક, નવા બસ સ્ટેન્ડની પાછળનો વિસ્તાર, છાત્રાલય રોડ અને નવયુગ સ્કૂલની આજુબાજુનો વિસ્તાર, સુપર માર્કેટ, માધવ માર્કેટ, વૃંદાવન પાર્ક, વિઠ્ઠલનગર, યદુનંદન 1 થી 3 જેવા વિસ્તારમાં પાવર બંધ રહેશે.