મોરબી: મોરબી શહેરના કેટલાક વિસ્તારોમાં આવતીકાલે, તારીખ 15 ઓક્ટોબર, 2025ને બુધવારના રોજ વીજ પુરવઠો બંધ રહેશે. મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળના 66 કેવી લીલાપર સબ સ્ટેશનમાં મેન્ટેનન્સ કામગીરીના કારણે સવારે 08:00 વાગ્યાથી બપોરના 02:00 વાગ્યા સુધી વીજકાપ રહેશે.જેમાં 11 કેવી જેલ રોડ ફીડર હેઠળના વિસ્તારોમાં આલાપ પાર્ક, દેવ પાર્ક, ખોડિયાર પાર્ક, વણકરવાસ, રબારીવાસ, વાલ્મીકીવાસ, વજેપર, ફકરી પાર્ક, લીલાપર રોડ આવાસ ક્વાટર્સ, બોરીચા વાસ, ગૌશાળા રોડ, સ્લમ ક્વાટર્સ, કાલિકા પ્લોટ, મતવા વાસ, ખડિયા વાસ, લીલાપર રોડ મફતિયાપરા, મકરાણી વાસ, નીલકમલ સોસાયટી, રામવિજય સોસાયટી, સાત હનુમાન સોસાયટી, સબ જેલ અને વાંકાનેર દરવાજા સુધીના વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેવા અંગે યાદીમાં જણાવાયું છે.