મોરબી : ટંકારા તાલુકાના નસીતપર ગામે પ્રભુભાઈ પટેલની વાડીએ રહી મજૂરી કામ કરતા અરજણભાઈ શિવાભાઈ કોળી ઉ.55 નામના આધેડનું મોરબી તાલુકાના થોરાળા ગામના પાટિયા પાસે આવેલ નાલામા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.