મોરબી : અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ, હરિદ્વાર દ્વારા તા. 31-10-2025 સુધી જ્યોતિ કળશ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમ્યાન મોરબી જિલ્લામાં રથયાત્રાનું પરિભ્રમણ કરાવવામાં આવશે. જેમાં તારીખ 17-10-2025ના રોજ 5:30 કલાક દરમ્યાન સો ઓરડી, વરિયા મંદિર ખાતે રથયાત્રા નીકળશે. ત્યારે આ કળશના દર્શન, પૂજન અને આરતીનો લાભ લેવા સૌ ધર્મપ્રેમી ભાઈ - બહેનોને મોરબી જિલ્લા ગાયત્રી પરિવાર, ગાયત્રી ચેતના કેન્દ્ર મોરબી દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.