રૂક્ષ્મણીબેન શામજીભાઈ કૈલા નિ:શુલ્ક હોમિયોપેથીક ક્લિનિકના ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત આ કેમ્પનો 180 લોકોએ લાભ લીધોમોરબી : મોરબીમાં આજ રોજ સવારે 9 કલાકે 12 આદિનાથ સોસાયટી, જી.આઈ.ડી.સી. પાછળ, શનાળા રોડ ખાતે રૂક્ષ્મણીબેન શામજીભાઈ કૈલા નિ:શુલ્ક હોમિયોપેથીક ક્લિનિકના ઉદ્ઘાટન પ્રસંગે નિઃશુલ્ક હોમિયોપેથીક નિદાન અને સારવાર કેમ્પ તથા બ્લડ સુગર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કચ્છના પ્રખ્યાત MD (HOM.) ડો. મનોજ માકાણી, રાજકોટના પ્રખ્યાત MD (HOM.) ડો. હિતેશ અઘેરા, મોરબીના પ્રખ્યાત BHMS ડો. નિલેશ ભાડજા, BHMS ડો. પરેશ કૈલા, અને BHMS ડો. પ્રજ્ઞાબેન કૈલા દ્વારા નિઃશુલ્ક સેવા આપવામાં આવી હતી. તથા (MD Patho) ડો. પ્રકાશ વિડજા દ્વારા પ્રી-ક્યોર પેથો, લેબોરેટરી, મોરબી દ્વારા નિઃશુલ્ક બ્લડ સુગરના રિપોર્ટ કરી આપવામાં આવ્યા હતા. આ કેમ્પનો કુલ 180 લોકોએ લાભ લીધો હતો.