11675 મણ કપાસની આવક, ભાવ પ્રતિમણના રૂ. 1500 સુધી બોલાયા મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 13 ઓક્ટોબર ને સોમવારના રોજ 2335 ક્વિન્ટલ એટલે કે 11675 મણ કપાસની આવક થઈ હતી. કપાસના સૌથી ઉંચા ભાવ પ્રતિ મણના 1500 રૂપિયા સુધી બોલાયા હતા. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં 288 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ 546 બોલાયા છે. તો તલના 1910, મગફળીના 1014, જીરુના 3340, બાજરાના 341, અડદના 859 અને ચણાના 1064 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 900, રીંગણાના 500, કારેલાના 450, ગુવારના 1600, ભીંડાના 500, ટમેટાના 440, કોબીજના 240, કાકડીના 500, લીંબુના 800, દુધીના 500 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 320 બોલાયા હતા.