સ્નેહમિલનમાં ગડારા પરિવારના મોભી રાઘવજીભાઈ ગડારાની પ્રેરક ઉપસ્થિતિ રહી મોરબી : પાંચાબાપાની અસીમ કૃપાથી મોરબીમાં વસતા ગડારા પરિવાર દ્વારા ગડારા પરિવાર સ્નેહ મિલન કાર્યક્રમનું તા.12-10-2025 ને રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 350 કરતા વધુ પરિવારના સભ્યો હાજર રહી એક બીજાનો પરિચય કરી પહેલી કહેવત મુજબ 'જ્યાં અન્ન ભેગા ત્યાં મન ભેગા'ને સાર્થક કરવા સાથે ભોજન લીધું હતું. તેમજ પરીવારે સાથે મળીને રાસ-ગરબાની રમઝટ બોલાવી પરીવાર ની એકતા પ્રદર્શિત કરી આ આયોજન પરિવારના મોભી રાઘવજીભાઈ ગડારાનાં માર્ગદર્શન હેઠળ મોરબી ગડારા પરિવારના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે રાઘવજીભાઈ ગડારા તેમજ માણેકબેન ગડારા દ્વારા વાડીલોની ભૂમિકા નિભાવતા હોય તેમ સમાજની એકતા અને પરસ્પર લાગણીથી જોડાઈ એકબીજાને મદદદરૂપ થવા જેવો પ્રેરક સંદેશ પાઠવ્યો હતો.હંમેશા ગડારા પરિવારની એકતા અને અખંડિતતા જળવાઈ રહે અને આવા કાર્યક્રમો થતા રહે એવી પુ. પાંચાબાપા ના ચરણોમાં પ્રાર્થના સહ મોરબી ગડારા પરિવારોએ અંતરની ઊર્મિથી નવલા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.