મોરબી : પુષ્પ નક્ષત્ર તાં 15-10-2025 ને બુધવાર રોજ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી શ્રી વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા સવારે 9 થી 11 અને સાંજે 4:30 થી 6 કલાક દરમિયાન વરિયા બોર્ડિંગ, સમાજ સુવિધા કેન્દ્ર, સો ઓરડી મેઈન રોડ, મોરબી 2 દ્વારા નિ : શુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા ઉંમર 0 થી 15 વર્ષ સુધીના બાળકોને ટીપાં પીવડાવવામાં આવશે. વધુ માહિતી માટે મો. નં. 74340 76174 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.