મોરબી : મોરબી શહેરના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ તુલસી એપાર્ટમેન્ટમાં રહેતા વિજયાબેન તુલસીભાઈ દેત્રોજા ઉ.75 નામના વૃદ્ધાને લાંબા સમયથી ગોઠણનો દુઃખાવો હોવાથી બીમારીથી કંટાળી જઈ ગઈકાલે વહેલી સવારે પોતાની જાતે ઝેરી દવા પી લેતા સારવાર માટે ખાનગી બાદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમીયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.