દેવળીયા ચોકડી નજીક સાયકલ તારવવા કાર રોંગ સાઈડમાં લેતા બાઈક ચાલક વિફર્યોહળવદ : હળવદ તાલુકાના દેવળીયા ચોકડીથી સુરવદર ગામ તરફ જતા રસ્તે સાયકલ તારવવા જતા કાર ચાલકે કારને રોંગ સાઈડમાં લેતા નજીવી બાબતે સામેથી આવતા બાઈક ચાલકે કાર ચાલકને ગાળો આપી માર મારી પતાવી દેવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના ધૂળકોટ ગામે રહેતા ફરિયાદી લલિતભાઈ હરખજીભાઈ ભોરણીયા ઉ.46 નામના યુવાને આરોપી રાજેશ દેવાયતભાઈ આહીર રહે.સુરવદર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેઓ ગઈકાલે સવારે 11 વાગ્યા આસપાસ કાર લઈને જતા હતા ત્યારે દેવળીયા ચોકડી પાસે એક સાયકલ તારવવા માટે કારને રોંગ સાઈડમાં લેતા સામેથી આવતા આરોપી રાજેશે ગાળો આપી ઢીકા પાટુનો માર મારી જાનથી પતાવી દેવા ધમકી આપી હતી.બબાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.