મોરબી : વિકાસ સપ્તાહ 2025ની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લાના જુદા જુદા 902.20 લાખના 89 કામોનું ખાતમુહૂર્ત તથા 764.50 લાખના 95 કામોનું લોકાર્પણ આવતીકાલે તારી 15 ઓક્ટોબર ને બુધવારના રોજ કરવામાં આવશે.15 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યે મોરબીના શકત શનાળા સ્થિત શનાળા પટેલ વાડી ખાતે આ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સાંસદ વિનોદભાઈ ચાવડા, પરસોત્તમભાઈ રૂપાલા, ચંદુભાઈ શિહોરા, પૂનમબેન માડમ, કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતેન્દ્રભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા, મેઘજીભાઈ ચાવડા હાજરી આપશે. આ ઉપરાંત મોરબી જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી, મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી અને મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે પણ હાજરી આપશે.