મોરબી : ગુજરાત સરકાર દ્વારા 7 ઓક્ટોબર થી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર મોરબી સંચાલિત વિકાસ પદયાત્રાનું આવતીકાલે તારીખ 15 ઓક્ટોબર ને બુધવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે.મોરબી શહેરના મણિમંદિરથી મેઈન પોસ્ટ ઓફિસ (ગાંધીજીની પ્રતિમા) સુધી કાલે 15 ઓક્ટોબર ને બુધવારના રોજ સવારે 5 કલાકે વિકાસ પદયાત્રા યોજાશે. આ વિકાસ પદયાત્રામાં સહભાગી થવા જિલ્લા વહીવટી તંત્ર મોરબી અને મોરબી મહાનગરપાલિકા દ્વારા આમંત્રણ પાઠવાયું છે.