મોરબી : મોરબી તાલુકાના આંદરણા ગામની સીમમાં એક મહિલાનો મૃતદેહ અડધી બળેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મૃતક મહિલાની ઓળખ મેળવવા તેમજ આ રહસ્યમય બનાવના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. મહિલાનું મૃત્યુ કયા સંજોગોમાં થયું તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે.