વાંકાનેર : વાંકાનેર બાયપાસ રોડ પર રાતીદેવળી પાસે બની રહેલા પુલની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે આજ રોજ વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી પહોંચ્યા હતા. ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ પુલની કામગીરી ઝડપથી પૂર્ણ કરી પુલ તાત્કાલિક ચાલુ કરવા માટે સંબંધિત અધિકારીને સુચના આપી હતી. મહત્વનું છે કે, વાંકાનેરના પંચાસર-રાતીદેવળી બાયપાસ પર મચ્છુ નદી પરનો મેજર બ્રિજ આવેલો છે તેનો સ્લેબ તૂટી જતાં નવા બ્રિજનું નિર્માણ કરવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ નવા બ્રિજના કામને મંજૂરી મળતા તાત્કાલિક કામ શરૂ કરવામાં આવ્યું હતું.