મોરબી: અમદાવાદ ગાંધીનગર ખાતે તાજેતરમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના વિખ્યાત એવોર્ડ શો 'ફિલ્મફેર એવોર્ડ' યોજાયો હતો. આ એવોર્ડ સેરેમનીમાં મોરબીના જાણીતા ઉદ્યોગપતિ ભરતભાઈ ઝાલરિયા ઉપસ્થિત રહ્યા હતા. ભરતભાઈનું રેડ કાર્પેટ સ્વાગત કરવામાં આવ્યું હતું. વિવિધ કેટેગરીમાં નોમિનેટ થયેલા બૉલીવુડના સુપ્રસિદ્ધ કલાકારોને ભરતભાઈ ઝાલરિયાના હસ્તે એવોર્ડ અપાયો હતો. ભરતભાઇની વિનમ્રતા અને સરળ વ્યક્તિત્વએ આ એવોર્ડ સંધ્યાને વિશેષ બનાવી દીધી હતી. આવી ઘટના મોરબી માટે પ્રથમ વખત છે. બૉલીવુડના જાણીતા કલાકારોને મોરબીના ઉદ્યોગપતિના હાથે એવોર્ડ મળે તે ઘટના સમગ્ર મોરબી માટે ગૌરવવંતી છે.