પ્રમુખ પદે દિનેશભાઈ કડીવાર તો ઉપપ્રમુખ તરીકે રોનકભાઈ ધારિયાપરમાર અને નિખિલભાઈ જાકાસનીયાની વરણી મોરબી : મોરબી સિવિલ એન્જિનિયર એસોસિએશનમાં વિવિધ પદો પર વરણી કરવામાં આવી છે. જેમાં પ્રમુખ પદે દિનેશભાઈ કડીવારની વરણી કરવામાં આવી છે. તેમજ ઉપપ્રમુખ તરીકે રોનકભાઈ ધારિયાપરમાર અને નિખિલભાઈ જાકાસનીયાની, મંત્રી તરીકે ભાર્ગવ મહેતા તથા હસમુખ અમૃતિયાની, ખજાનચી તરીકે ભાવિન સોમૈયા તથા દિનેશભાઈ કણજરિયાની અને સેક્રેટરી તરીકે યોગેશભાઈ લોરિયા તથા સાહિલ માથકિયાની વરણી કરવામાં આવી છે.