લીલા મરચાના ભાવમાં પ્રતિ મણે 300 રૂપિયાનો વધારો મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આજે તારીખ 13 ઓક્ટોબર ને સોમવારના રોજ 3025 ક્વિન્ટલ એટલે કે 15125 મણ કપાસની આવક થઈ હતી. કપાસના સૌથી ઉંચા ભાવ પ્રતિ મણના 1527 રૂપિયા સુધી બોલાયા હતા. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં 349 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ 556 બોલાયા છે. તો તલના 1820, મગફળીના 1140, જીરુના 3350, તુવેરના 1150, અડદના 951, ચણાના 1018, અને સોયાબીનના 740 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 1000, રીંગણાના 500, કારેલાના 450, ગુવારના 1600, ભીંડાના 500, ટમેટાના 400, કોબીજના 240, કાકડીના 500, લીંબુના 800, દુધીના 500 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 320 બોલાયા હતા.