મોરબી: ઘુનડા (સ.) ગામે સ્વ. ગૌરીબેન મનસુખભાઈ કડીવારની ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કડીવાર પરિવાર દ્વારા ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ 13 ઓક્ટોબર, 2025ને સોમવારના રોજ રાત્રે 9:00 કલાકે ઘુનડા(સ.) સ્મશાન ખાતે રાખવામાં આવ્યું છે. આ ધાર્મિક પ્રસંગે 'દત્ત દરબાર આશ્રમ'ના મહંત ભરતગીરી બાપુ ગુરુ ગૌરીગીરી બાપુ ખાસ હાજરી આપીને આશીર્વાદ પાઠવશે.આ સંતવાણીમાં ગુજરાતના જાણીતા કલાકારો ભજન અને લોકગીતો રજૂ કરીને સ્વર્ગસ્થ આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. જેમાં લાલુ માલવિયા (લોક ગાયક), અલ્પા પરમાર (ભજનિક), નૈતિક વ્યાસ (છોટે રામદાસ- ભજનિક), મિલન પટેલ (ભજનિક) અને તબલા ઉસ્તાદ દેવાંગ ગોહેલ ભજનો રજૂ કરશે. સંગીત માટે મારુતિ સાઉન્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. કડીવાર પરિવાર દ્વારા સ્વ. ગૌરીબેન મનસુખભાઈ કડીવારની સ્મૃતિમાં આયોજિત આ સંતવાણીમાં ધર્મપ્રેમી જનતાને હાજર રહેવા અને ભજન-ભક્તિનો લાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.