એકથી પાંચ ક્રમના વિજેતા સહિત આશ્વાસન અને પ્રોત્સાહન ઇનામો મળી કુલ 13 સ્પર્ધકોને ઇનામ અપાયા : ભાગ લેનાર તમામ બહેનોને સર્ટિફિકેટ અપાયું મોરબી : મોરબી : મોરબી અપડેટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના તહેવાર પર ભારતીય સંસ્કૃતિની પ્રતીક ગણાતી રંગોળીની સ્પર્ધાનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 100 જેટલા બહેનો ભાગ લઈ એકથી એક ચડિયાતી રંગોળી દોરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મોરબી અપડેટ દ્વારા મોરબી ઓટો પેકેજીંગ મીત્ર મંડળના સહયોગથી આજે રંગોળી સ્પર્ધા શિશુ મંદિર શાળા, શનાળા ખાતે યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં મોરબી જિલ્લાના 125 બહેનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 100 જેટલા બહેનોએ ભાગ લઈને ત્રણ કલાકની મહેનતથી એકથી એક ચડિયાતી રંગોળી દોરી હતી. બાદમાં આ રંગોળી પ્રદર્શન માટે મુકવામાં પણ આવી હતી. આ તમામ રંગોળીથી બહેનોની મહેનત અને આવડત ઉડીને આંખે વળગે તેવી હતી. વિજેતા નક્કી કરવાનું કામ જજ માટે કપરૂ બન્યું હતું. આ સ્પર્ધામાં પહેલો નંબર ધૂમલિયા સપનાબેન પારસભાઈ, બીજો નંબર વાળા બંસીબેન અજયભાઈ, ત્રીજો નંબર જાડેજા હીનાબા પુષ્પરાજસિંહ, ચોથો નંબર સિલ્વા રાહુલભાઈ હળવદીયા, પાંચમો નંબર કારીયા કન્દ્રાબેન સંદીપભાઈનો આવ્યો હતો. તેઓને ઇનામથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આશ્વાસન ઇનામથી પટેલ દીપ્તિબેન ભુદરભાઈ, દલસાણીયા જ્યોત્સનાબેન કૌશિકભાઈ, પરમાર અંજલીબેન ભુરજીભાઈ, ભુવા પૂજાબેન દિનેશભાઈ બરાસરા જલ્પાબેન ચિરાગભાઈ તથા પ્રોત્સાહન ઇનામથી મેરજા જેનિશાબેન રાજેશભાઈ, ભીમાણી ખુશીબેન પરેશભાઈ અને પરમાર જસ્મિતાબેન ભાર્ગવભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન મોરબી અપડેટના સ્થાપક દિલીપભાઇ બરાસરા, શિશુમંદિરના નિયામક સુનિલ પરમાર, કલોક એસોસિયેશનના પૂર્વ પ્રમુખ શશાંકભાઈ દંગી, અગ્રણી રમણિકભાઈ બરાસરા, ભુદરભાઈ થોરિયા, દેવાંશિબેન પરમાર, ઉષાબેન પંડ્યા સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.સ્પર્ધામાં જજ તરીકે દેવાંશીબેન પરમાર, રમણિકભાઈ બરાસરા અને ભુદરભાઇ થોરિયાએ સેવા આપી હતી. સ્પર્ધાને સફળ બનાવવા મહિલા ટીમના કાજલબેન ચંડીભમ્મર, ધરતીબેન બરાસરા, નિરાલી વિડજા, હેલી કોટેચા, મયુરીબેન કોટેચા, રંજનબેન મકવાણા, ઉષાબેન પંડ્યા તેમજ મોરબી અપડેટના સત્યરાજસિંહ જાડેજા, ચિરાગભાઈ બરાસરા, મોહિત ક્લોલા, ધ્રુવ બરાસરા, દર્શન રાઠોડ, ઋત્વિક નિમાવત, મિતેષ સોલંકી, ઉત્તમ બરાસરા અને શિશુમંદિરના વ્યવસ્થાપક સુનિલભાઈ પરમાર અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી.