વિદ્યાર્થીઓએ માર્કશીટની ઝેરોક્ષ તા. 26 ઓક્ટોબર સુધીમાં મોકલવાની રહેશેમોરબી : મોરબી શહેર અને મોરબી તાલુકામાં વસતા ગોસ્વામી જ્ઞાતિના ધો. KGથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તા. 9-11-2025ના રોજ સાંજે 4 થી 8 કલાકે ગોસ્વામી વાડી મોરબી ખાતે યોજાશે. જેમાં ધો.KG થી કોલેજ સુધીના વિધાર્થીઓને શિક્ષણ ઉપયોગી વસ્તુ અને શિલ્ડ આપી સન્માન કરાશે. જેના માટે વિદ્યાર્થીઓની માર્કશીટ મંગાવવામાં આવી છે. તા. 26-10-2025 સુધીમાં માર્કશીટની ઝેરોક્ષ કારોબારી સભ્યને ગોસ્વામી ન્યૂઝ એજન્સી & બુક સ્ટોલ, સત્યમ પાન સામે, સરદાર બાગ બાજુમાં, શનાળા રોડ, મોરબી ખાતે મોકલવાની રહેશે. માર્કશીટની ઝેરોક્ષ પાછળ વાલીનું સરનામું અને મોબાઈલ નંબર ફરજિયાત લખવાના રહેશે. તેમજ વધુ માહિતી માટે સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ ટ્રસ્ટના પ્રમુખ નટુપરી મો. નં. 9374561330, હંસગીરી મો. નં. 9099567001, ભૈરવગીરી મો.નં. 9879471747 મહીપતપુરી મો.નં. 9979655510, હિરેનપુરી મો. નં. 8980200222 અને દિલીપગીરી મો.નં. 9638395854 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.