શનાળાની શિશુ મંદિર શાળા ખાતે સ્પર્ધા યોજાશે, સાંજે 4:30 વાગ્યે રંગોળી પ્રદર્શન માટે ખુલ્લી મુકાશેમોરબી : મોરબી અપડેટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના તહેવાર પર ભારતીય સંસ્કૃતિની પ્રતીક ગણાતી રંગોળીની સ્પર્ધાનું કાલે રવિવારે આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં 125 જેટલા બહેનો ભાગ લઈ રહ્યા છે. તેઓ આ સ્પર્ધામાં પોતાની રંગોળી કલાના કામણ પાથરવાના છે.મોરબી અપડેટ આયોજિત આ રંગોળી સ્પર્ધા આવતીકાલે તા.12ના રોજ બપોરે 2 વાગ્યે શિશુ મંદિર શાળા, શનાળા ખાતે યોજાશે. આ સ્પર્ધામાં મોરબી જિલ્લાના 125 મહિલાઓ વિનામૂલ્યે ભાગ લઈ રહ્યા છે. સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવશે. તેમજ 1થી 3 વિજેતા સ્પર્ધકોને આકર્ષક ઇનામો આપીને સન્માનીત કરાશે. આ સ્પર્ધામાં ત્રણ કલાકની સમય મર્યાદામાં બહેનો પોતાની રંગોળી કળા રજૂ કરશે. સ્પર્ધાના જજ રંગોળીનું નિરીક્ષણ કરી પરિણામ નક્કી કરશે. ત્યાર બાદ વિજેતાનો સન્માન સમારોહ અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાશે. અને સ્પર્ધા પૂર્ણ થયા બાદ 4:30 વાગ્યે તમામ લોકો માટે રંગોળીનું પ્રદર્શન ખુલ્લું મુકાશે જેમાં કોઈ પણ લોકો સ્પર્ધામાં રજૂ થયેલી રંગોળી જોઈ શકશે.