મોરબી : મોરબી મહાનગરપાલિકાના સિવિલ અને સિટી બ્યુટીફિકેશન શાખા દ્વારા જણાવ્યું છે કે, મોરબી શહેરમાં મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી ત્રણ જગ્યાએ સી.સી. રોડના કામ પૂર્ણ કરવામાં આવ્યા છે.મોરબી શહેરમાં 15માં નાણાપંચ ગ્રાન્ટ અન્વયે ચિત્રકૂટ સોસાયટી શેરી નંબર 1, 2, 3 માં સી.સી. રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આઉટગ્રોથ ગ્રાન્ટ અન્વયે કેદારીયા હનુમાન થી સેન્ટમેરી ફાટક સુધી સી.સી. રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને રોડ રિસર્ફેસીંગ ગ્રાન્ટ અન્વયે ચામુંડાનગર વિસ્તારમાં સી.સી. રોડનું કામ પૂરું કરાયું છે.