મોરબી: મોરબી મહાપાલિકા દ્વારા 'વિકાસ સપ્તાહ 2025'ના ભાગરૂપે એક નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.આ સ્પર્ધા તારીખ 13 ઓક્ટોબર, 2025ને સોમવારના રોજ સવારે 10:00 થી 11:00 કલાક સુધી કેસરબાગ, મોરબી ખાતે યોજાશે. તેમજ આ સ્પર્ધકોને બે વિષયો આપવામાં આવ્યા છે: 1) વિકસિત ભારત @2047 અને 2) અર્બન ડેવલપમેન્ટ 2025.આ સ્પર્ધા માટેના રજીસ્ટ્રેશનની ડેડલાઇન 12 ઓક્ટોબર, 2025 છે જેથી રવિવાર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેવું ફરજિયાત છે. રસ ધરાવતા સ્પર્ધકો forms.gle/uPpiqVx774ZvGbhP9 લિંક પર જઈને નોંધણી કરાવી શકે છે. સ્પર્ધાના 3 શ્રેષ્ઠ નિબંધ લેખકોને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે.નોંધ લેવા જેવી બાબત એ છે કે દરેક સ્પર્ધકે રજીસ્ટ્રેશન ફોર્મ અલગથી ભરવું અને પોતાની સાથે લખવા માટે પેડની વ્યવસ્થા જાતે કરવાની રહેશે. વધુ માહિતી માટે 95863 38389 નંબર પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.