મોરબી : મોરબી જિલ્લાના સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓને તેમજ વર્ષ 2024-25માં સરકારી ક્ષેત્રમાં નવ નિયુક્ત થયેલ કર્મચારી/અધિકારી ઓને તેમજ ઉચ્ચ હોદ્દા પર પ્રમોશન મેળવનાર કર્મચારી /અધિકારીના સન્માન તેમજ અન્ય ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરેલા હોય, જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ નામના મેળવેલ હોય તેવા સમાજના વ્યક્તિ વિશેષનું બિલિવ ફાઉન્ડેશન, મોરબી દ્વારા તા. 25-10-2025ના રોજ, સાંજે 4 કલાકે, ભઠ્ઠા વાળી લાઈન, સો ઓરડી મેઇન રોડ, મોરબી ખાતે સન્માન સમારોહ તથા કાર્યક્રમ પૂર્ણ થયે સમૂહ ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના sc/st કર્મચારી મંડળ તથા સમગ્ર અનુસૂચિત જાતિ સમાજને આ કાર્યક્રમમાં હાજરી આપવા ખાસ બિલિવ ફાઉન્ડેશનના તમામ સભ્યોએ નિમંત્રણ પાઠવ્યું છે. વધુ માહિતી માટે મો. નં. 8320516051 / 7778896707 / 8128860202 / 8128975986 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.