મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આજે તારીખ 11 ઓક્ટોબર ને શનિવારના રોજ 2495 ક્વિન્ટલ એટલે કે 12475 મણ કપાસની આવક થઈ હતી. કપાસના સૌથી ઉંચા ભાવ પ્રતિ મણના 1530 રૂપિયા બોલાયા હતા. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં 213 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ 551 બોલાયા છે. તો તલના 1856, મગફળીના 872, જીરુના 3390, બાજરાના 557, જુવારના 700, અડદના 950, ચણાના 1042, એરંડાના 1260 અને કાળા તલના 3470 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 700, રીંગણાના 500, કારેલાના 400, ગુવારના 1600, ભીંડાના 500, ટમેટાના 400, કોબીજના 240, કાકડીના 500, લીંબુના 800, દુધીના 500 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 320 બોલાયા હતા.