મોરબી : અંતરિક્ષયાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના CISCE વિદ્યાર્થીઓનો પ્રેરણાદાયી સંવાદ યોજાયો હતો. જેમાં“Igniting Minds, Exploring Frontiers” થીમ હેઠળ નવોચેતનાનો સંદેશ આપવામાં આવ્યો હતો. 10 ઓક્ટોબર, 2025ના રોજ ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ Inspire Webinar માં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ વિશેષ વેબિનારમાં ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા (ભારતીય વાયુસેનાના પ્રતિભાશાળી ટેસ્ટ પાયલટ, ISROના ગગનયાત્રી તથા CISCEના ગર્વિત ભૂતપૂર્વ વિદ્યાર્થી) મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.શુભાંશુ શુક્લાએ પોતાના જીવનપ્રવાસની પ્રેરણાદાયક વાતો વિદ્યાર્થીઓ સાથે વહેંચતાં જણાવ્યું કે જિજ્ઞાસા, સંકલ્પ અને અવિરત પ્રયત્નોથી અશક્ય લાગતું પણ શક્ય બની શકે છે. તેમનું પ્રેરણાસ્પદ સંબોધન વિદ્યાર્થીઓમાં ઉત્સાહ, સ્વપ્ન અને નવી શોધપ્રત્યેની ભાવના જગાવી ગયું.ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ પરિવાર CISCEનો આ સુપ્રેરણાદાયક સત્ર માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે અને વિદ્યાર્થીઓને આવા જ પ્રેરણાદાયી અવસરોથી સતત શીખવાની પ્રેરણા મળે તેવી શુભેચ્છા પાઠવે છે.