સોમવારે માળિયા (મિયાણા) તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા કલેક્ટરને આવેદન અપાશેમાળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) તાલુકાના અસ્તિત્વ ખતમ કરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું હોવાના આરોપ સાથે માળિયા (મિયાણા) તાલુકો બચાવોની માગ સાથે માળિયા (મિયાણા) તાલુકા હિત રક્ષક સમિતિ મેદાને પડી છે અને આ અંગે આગામી તારીખ 13 ઓક્ટોબર ને સોમવારના રોજ સવારે 11 કલાકે મોરબી જિલ્લા કલેક્ટરને આવદેનપત્ર પાઠવવામાં આવશે.માળિયા (મિયાણા) તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા જણાવાયું છે કે, અમારા ગૌરવશાળી માળિયા (મિયાણા) તાલુકાને વિભાજિત કરી તેના 46 ગામોમાંથી આશરે 28 ગામોને જેતપર અને 18 ગામોને પીપળીયા ચાર રસ્તા ખાતે નવા તાલુકામાં સામેલ કરવાની યોજના ચાલી રહી છે. આ નિર્ણયથી માળિયા (મિયાણા) તાલુકાનું અસ્તિત્વ જ ખતમ થઈ જશે અને તાલુકાની ઓળખ, એકતા અને ભવિષ્ય જોખમમાં મૂકાઈ જશે.માળિયા મિયાણા, અમારી જન્મભૂમિ, અમારી વિરાસત, અને અમારા હૃદયનો ધબકાર, આજે એક નિર્ણાયક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. સરકારના પ્રસ્તાવ મુજબ, અમારા ગૌરવશાળી માળિયા (મિયાણા) તાલુકાને વિભાજિત કરી, તેના 46 ગામોમાંથી આશરે 28 ગામોને જેતપર અને 18 ગામોને પીપળીયા ચાર રસ્તા ખાતે નવા તાલુકાઓમાં સામેલ કરવાની યોજના છે. આ નિર્ણયથી માળિયા (મિયાણા) તાલુકાનું અસ્તિત્વ જ ખતમ થઈ જશે, અને અમારી ઓળખ, એકતા, અને ભવિષ્ય જોખમમાં મુકાઈ જશે. માળિયા કેન્દ્રથી 3–5 કિ.મી. દૂરના ગામોને 15–25 કિ.મી. દૂર પીપળીયા ચાર રસ્તા (જે ફક્ત એક ચોકડી છે) અથવા જેતપર સાથે જોડવાથી ગરીબ, વૃદ્ધ, અને ગ્રામીણ વસ્તીને વહીવટી સેવાઓ (મહેસૂલ, આરોગ્ય, શિક્ષણ) મેળવવામાં ભારે મુશ્કેલી પડશે. 3.22 કરોડના ખર્ચે નવનિર્મિત તાલુકા પંચાયત ભવન, મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન, CHC, પશુચિકિત્સાલય, ICDS કચેરી, અને રેલવે જંક્શન જેવી સુવિધાઓ નકામી થશે.આ પ્રસ્તાવ રાજકીય દબાણ હેઠળ લેવાયો છે. કજરડા, હરીપર, ખીરઈ, ચીખલી, નવાગામ, રસંગપર વગેરે ગામોએ ગ્રામ સભામાં કોઈ ઠરાવ પસાર કર્યો નથી, છતાં તેમને આ પ્રસ્તાવમાં સામેલ કરવામાં આવ્યા, જે 73મા બંધારણીય સુધારા (પંચાયતી રાજ અધિનિયમ) નું ઉલ્લંઘન છે. જેથી 13 ઓક્ટોબરના રોજ કલેક્ટરને આ મામલે આવેદનપત્ર પાઠવવામાં આવશે. આ કાર્યક્રમમાં માળિયા (મિયાણા) ના 46 ગામો જેમ કે કાજરડા, હરીપર, ખીરઈ, ચીખલી, નવાગામ, રાસંગપર, હંજિયાસર, નાની બરાર, મોટી બરાર, જસાપર, સોનગઢ, ફતેપર, વીર વીરદરકા, જાજાસર, દેરાળા, મેઘપર,નાની બરાર, દેવગઢ, સુલતાનપુરના નાગરિકો એકઠા થઈ આવેદનપત્ર સુપરત કરશે. તમામ લોકોની મુખ્ય માંગણી છે કે માળિયા (મિયાણા) તાલુકાને વિભાજિત કરવાનો પ્રસ્તાવ તાત્કાલિક રદ્દ કરવામાં આવે. માળિયા (મિયાણા)ને મૂળ તાલુકા મુખ્ય મથક તરીકે જાળવો, 3.22 કરોડના જાહેર રોકાણનું રક્ષણ કરો. ગ્રામ સભાઓ સાથે પારદર્શી ચર્ચા કરો તેવી છે.