મોરબી: મોરબીમાં આજે તારીખ 10/10/2025 ના રોજ સંસ્કાર ઇમેજિંગ સેન્ટર, મોરબી ખાતે 50 વર્ષથી વધુ ઉંમરના પુરુષો માટે પ્રોસ્ટેટ કેન્સરના અગાઉથી નિદાન માટેની લેબોરેટરી ટેસ્ટ (પીએસએ - PSA) કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં કુલ 101 પુરુષોએ લાભ લીધો હતો અને પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન કરાવ્યું હતું. આરોગ્ય અને સમાજ સેવાની ભાવના સાથે આ કેમ્પનું આયોજન શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર (ડો. જી.પી. ભાલોડીયા), શ્રી ઉમિયા સેવા સમાજ ટ્રસ્ટ (ડો. મનુભાઈ કૈલા) અને શ્રી ઉમિયા સિનિયર સિટીઝન ક્લબ (ભાણજીભાઈ આદ્રોજા) આ ત્રણેય સંસ્થાઓના સક્રિય સહયોગથી કરાયું હતું.