જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. હરેશ જેતપરિયના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમોનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધોમોરબી : નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા વિકાસ અધિકારી મોરબીની સુચના તથા જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. હરેશ જેતપરિયના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા- મોરબી દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત તા. 10 ઓકટોબર 2025ના રોજ વિવિધલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. જેમાં સરકારી આયુર્વેદ દવાખાનું - હળવદ ખાતે મળમાર્ગના રોગો અંગે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 40 જેટલા દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. આ ઉપરાંત સરકારી આયુર્વેદ દવાખાનું ભાવપર & જુના ઘાટીલા ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી આયુર્વેદ દવાખાનું - પીપળીયારાજ & લખધીરનગર ખાતે વૃદ્ધાવસ્થાજન્ય રોગો અંગે શિબિર તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લામાં આવેલ તમામ આયુર્વેદ અને હોમીયોપેથી દવાખાનામાં સતત આયુર્વેદને હોમિયોપેથીનો પ્રચાર પ્રસારની કામગીરી થતી રહે તેના માટે મોરબી જિલ્લા આયુષ ટીમ સતત પ્રયત્નશીલ રહે છે.