નિહાને પિઆનો કેટેગરીમાં અદભુત પ્રદર્શન કરી સૌને મંત્રમુગ્ધ કર્યા મોરબી : મોરબીમાં ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી નિહાન પ્રકાશભાઈ ભૂતે રાષ્ટ્રીય સ્તરના રિયાલિટી શો India's greatest talent show માં વિજેતા બન્યો છે. જયપુરમાં અગ્રવાલ પ્રોડક્શન હાઉસ ખાતે આયોજિત આ શોમાં નિહાને અદભુત પ્રદર્શન કરી પિઆનો કેટેગરીમાં વિનર બની સમગ્ર મોરબી અને પરિવારનું નામ રોશન કર્યું છે. આ શો ઝી-ટીવી અને 9એક્સએમ પર ટેલિકાસ્ટ થશે. શોના જજ તરીકે સા રે ગા મા ના વિનર અને પ્લેબેક સિંગર મહેશ મોયલ જેઓ બેસ્ટ સિંગર તરીકે પ્રખ્યાત છે. તેમના દ્વારા વિનર અનાઉન્સ થતા તેની પ્રતિભામાં વધારો થયો છે. ફાઈનલમાં નિહાને પોતાની વિશિષ્ટ શૈલીથી દર્શકો અને જજોને મંત્રમુગ્ધ કર્યા હતા.નિહાનની આ સફળતા પાછળ તેના માતા-પિતા અને પરિવારનો સહયોગ રહ્યો છે. આ દરમિયાન પરિવારે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, નિહાને તેમના પરિવારનું નામ રોશન કર્યું છે અને તેને ખૂબ જ અભિનંદન પાઠવ્યા હતા.