મોરબી : તારીખ 8 ઓક્ટોબરના રોજ એક વ્યક્તિ દ્વારા 181 અભયમમાં ફોન કરીને જણાવાયું હતું કે, એક અજાણી મહિલા એકલી બેઠી છે અને કોઈ સાથે વાત કરતી નથી. જેથી જાણ થતાં જ મોરબી અભયમની ટીમ સ્થળ પર પહોંચી હતી.આ માહિતી મળતા જ ફરજ પરના કાઉન્સિલર પટેલ સેજલ, મહિલા કોન્સ્ટેબલ જયશ્રીબેન અને પાયલોટ રસિકભાઈ સ્થળ પર પહોંચ્યા હતા. 181 ટીમે સૌપ્રથમ મહિલાને સાંત્વના આપી સરળતાપૂર્વ કાઉન્સિલિંગ કરતા તેઓ ક્યાં રહે છે ક્યાંથી આવ્યા વગેરે પૂછવાના ઘણા પ્રયત્નો કરેલ પરંતુ તે કશું જણાવતા ન હોવાથી આજુબાજુના વિસ્તારમાં તેમજ નજીકના પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરતા જાણવા મળેલ કે આ મહિલાની પોલીસ સ્ટેશનમાં ગુમસુદાની અરજી થયેલી છે. જેથી તેમના પિતાનો ફોન દ્વારા સંપર્ક કરી સ્થળ પર બોલાવેલ હોય ત્યારબાદ તેમના પિતા સ્થળ પર આવતા તેમની દીકરી તેમના પિતાને ઓળખી જતા તેમની દીકરી તેમના પિતાને સોંપેલ ત્યારબાદ તેમના પિતાનું કાઉન્સિલિંગ કરતા તેમણે જણાવ્યું હતું કે, તેમની દીકરી માનસિક રીતે અસ્વસ્થ હોય તેમની દવા પણ શરૂ હોય તેમની દીકરી ઘરેથી કહ્યા વગર અચાનક નીકળી ગઈ હતી. આજુબાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને તેમની દીકરી બાબતે પૂછપરછ કરી હતી પરંતુ ક્યાંય ખબર મળી ન હતી. તેઓ પણ ચિંતિત હતા માટે ટીમ દ્વારા સલાહ સૂચન માર્ગદર્શન આપી તેમના પિતાને તેમની દીકરીનું ધ્યાન રાખવા માટે જણાવ્યું હતું. આ તકે તેમના પિતાએ 181 અભયમ ટીમનો આભાર માન્યો હતો.