મોરબી : મોરબીમાં દિવાળીની તૈયારીઓ વચ્ચે જીએસટી વિભાગ ત્રાટક્યું છે. શહેરના નામાંકિત ફટાકડાના વેપારી વૈભવ ફટાકડાની લાતી પ્લોટ સ્થિત દુકાન પર ગઈ કાલે બપોર બાદ જીએસટીની બે ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધરી તપાસ શરૂ કરી હતી.માહિતી મુજબ, આ તપાસ દરમિયાન ઉચ્ચ અધિકારીઓ સાથે પાંચ ઇન્સ્પેક્ટર હાજર રહ્યા હતા. આવક-જાવક અને સ્ટોક સંબંધિત દસ્તાવેજોની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ તપાસ હજી પણ ચાલુ છે અને વેપારજગતમાં ફફડાટ ફેલાયો છે. મોરબીના અનેક ફટાકડાના વેપારીઓએ પોતાના સટર ડાઉન કરી દીધા હોવાનું પણ જાણવા મળ્યું છે. બીજી તરફ જીએસટી વિભાગ તરફથી હજી સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.