જન્મ પ્રમાણપ્ત્રમાં સુધારા માટે એક એક મહિના સુધી ધક્કા ખાવા પડતા હોવાની રાવમોરબી : મોરબી શહેરમા સાત ગામોનો સમાવેશ કરી બનાવવામાં આવેલ મહાનગર પાલિકામાં લોકોને જન્મ અને મરણના દાખલા અને આવા દાખલામાં સુધારા વધારા માટે એક એક મહિના સુધી ધક્કા ખાવા પડતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. હાલમાં સર્વરની ખામી અને જન્મ મરણ નોંધણી માટેના અલગ અલગ પોર્ટલમાં લાગુ પડતા સુધારાઓમાં એક-એક એન્ટ્રી માટે દસથી પંદર મિનિટનો સમય લાગતો હોવાથી અરજદારોને લોઢા શેક કરવો પડતો હોવાનું પણ સામે આવ્યું છે.મોરબી મહાનગર પાલિકામાં હાલમાં જન્મ મરણ વિભાગની કામગીરી મંથરગતિએ ચાલતી હોવાથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મોરબી મહાનગર પાલિકા બન્યા બાદ હાલમાં શનાળા, મહેન્દ્રનગર, ભડીયાદ, ત્રાજપર, નાની વાવડી, અમરેલી અને રવાપર સહિતના તમામ વિસ્તારના લોકોને જન્મ કે મરણના દાખલા માટે એક ધક્કામાં કામગીરી પૂર્ણ થતી જ નહોવાનું રોષભેર જણાવી રહ્યા છે. મહાનગર પાલિકામાં સર્વરના કાયમી ધાંધિયા અને કડાકૂટ ભરેલી સિસ્ટમને કારણે એક-એક સુધારા વધારા કે, નવા દાખલા માટે એક એન્ટ્રી માટે કમસે કમ દસથી પંદર મિનિટનો સમય વ્યતીત થતો હોય અરજદારો જન્મ-મરણના દાખલા કઢાવવામાં ધોળા દિવસે તારાના દર્શન કરી રહ્યા છે.આધાર-જન્મ મરણ વચ્ચે અરજદારોની સેન્ડવીચઆજના સમયમાં તમામ સરકારી કામગીરીમાં આધારકાર્ડ ફરજીયાત બન્યું છે ત્યારે લોકોને અગાઉની કોઈ ક્ષતિ અથવા તો નામમાં ભાઈ અને કુમાર લગાવવા જેવા ફેરફાર માટે આધારકાર્ડમાં સુધારા વધારા કરવાની જરૂર પડે ત્યારે આધારકાર્ડ વાળા જન્મનો પુરાવો માંગે છે. જયારે આ સુધારા માટે જન્મ મરણ વિભાગમાં અરજદાર ફૃહઢવામાં 15 થી 20 દિવસ જેટલો સમય લાગે છેમોરબીમાં ધાંધિયા વચ્ચે દરરોજ નીકળે છે 200થી 250 દાખલામોરબીમાં જન્મ મરણ વિભાગની કાચબા ગતિએ થતી કામગીરીને કારણે લોકો પરેશાન છે. એક એક દાખલામાં સુધારા વધારા માટે દસથી પંદર મિનિટનો ટાઈમ જતો હોવા છતાં લોકો મનેકમને કચેરીમાં ડેરાતંબુ નાખી જન્મના દાખલામાં સુધારા કરાવી રહ્યા છે. હાલમાં કચેરીમાં દરરોજ 200થી 250 દાખલા કાઢવામા આવતા હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યસિ છે.શહેરમાં નવા ભળેલા વિસ્તારના લોકો માટે સુધારા-વધારા નથી થઇ શકતામોરબી મહાનગર પાલિકા બનતા હાલમાં શનાળા, મહેન્દ્રનગર, ભડીયાદ, ત્રાજપર, નાની વાવડી, અમરેલી અને રવાપર સહિતના ગામોનો સમાવેશ મોરબીમાં થયો છે. જો કે, નવા ભળેલા તમામ ગામોના લોકોને જન્મ મરણના જુના દાખલમાં સુધારા ટેકિનકલ કારણોસર થઇ શકતા નથી.જેથી ઉપરોક્ત ગામના વિદ્યાર્થીઓને તેમજ અન્ય નાગરિકોને મુશ્કેલી પડી રહી છે.જન્મ મરણ માટે બે- બે સિસ્ટમ અમલીમોરબી સહિત રાજ્યમાં જન્મ મરણના દાખલમાં સુધારા વધારા માટે હાલમાં બે સિસ્ટમ ચાલુ હોવાથી ખુદ જન્મ મરણ વિભાગના કર્મચારીઓ પણ અવઢવમાં મુકાયા છે. વર્ષ 2016થી જન્મ મરણમાં કોમ્પ્યુટરાઇઝશન થયું છે. તે પહેલાના દાખલા મેન્યુઅલી જ મળતા હતા. જેમાં 2018થી ડિજિટલાઇઝેશન થયું અને વર્ષ 2020માં જન્મ મરણની કામગીરી માટે ઈ-ઓળખ સોફ્ટવેર અમલી બનાવાયો અને છેલ્લે નવેમ્બર 2025માં જન્મ મરણની કાર્યવાહી માટે સીઆરએસ સોફ્ટવેર કાર્યરત કરવામાં આવ્યો છે. જેથી હાલમાં જન્મમરણની કાર્યવાહીમાં પુરાવા અપલોડ કરવા, ઓનલાઇન કામ કરવામા સર્વરની સમસ્યા હોય અરજદારોની સાથે કર્મચારીઓ પણ ત્રાહિમામ પોકરી ઉઠ્યા હોવાનું જાણવા મળે છે.