મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજરોજ તારીખ 10 ઓક્ટોબર ને શુક્રવારના રોજ 1767 ક્વિન્ટલ એટલે કે 8835 મણ કપાસની આવક થઈ હતી. કપાસના સૌથી ઉંચા ભાવ પ્રતિ મણના 1550 રૂપિયા બોલાયા હતા. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં 301 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા બાવ 554 બોલાયા છે. તો મગફળીના 1000, તલના 1838, જીરુના 3400, બાજરાના 540, તુવેરના 1242, મગના 1522, અડદના 1050, ચણાના 911 અને કાળા તલના 3300 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 700, રીંગણાના 500, કારેલાના 400, ગુવારના 1600, ભીંડાના 500, ટમેટાના 400, કોબીજના 240, કાકડીના 500, લીંબુના 800, દુધીના 400 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 બોલાયા હતા.