હું નસીબદાર છું કે સરકારના ભરતી મેળા થકી મને મોરબીની નામાંકિત કંપનીમાં રોજગારીની મહત્વની તક મળી: મોરબીના સશક્ત યુવા ભૂપેશ જોષીમોરબી: મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મોરબી જિલ્લાના 106 પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી સક્ષમ અધિકારીની પરવાનગી વગર ડ્રોન કે રીમોટથી કન્ટ્રોલ કરતા એરીયલ મિસાઈલ, પેરાગ્લાઈડર રીમોટ કન્ટ્રોલ, માઈક્રો લાઈટ એરક્રાફટ ચલાવવાની મનાઈ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.સરકારના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ રોજગાર અને વિનિમય કચેરીઓ દ્વારા અનેક લોકોને રોજગારી પૂરી પાડવામાં આવે છે. ત્યારે મોરબી ખાતે રોજગારી મેળવી સરકારનો આભાર વ્યક્ત કરતા મોરબીના ભૂપેશ જોષી જણાવે છે કે, રોજગાર કચેરી દ્વારા સારો એવો પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું જેના માધ્યમથી તારી એવી કંપનીમાં મને જોબ મળી શકી છે. ગત મે માસમાં મોરબીમાં શ્રી યુએન મહેતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાયેલ ભરતી મેળામાં મેં ભાગ લીધો હતો. જ્યાં વિવિધ કંપનીઓમાંથી નોકરી દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. મોરબીની સિમ્પોલો વિક્ટ્રીફાઇડ કંપની દ્વારા મારો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું અને મારી પસંદગી કરવામાં આવી હતી. હાલ કંપનીમાં હું સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે કામ કરી રહ્યો છું અને માસિક 30 હજારનો પગાર મેળવી રહ્યો છું જે મારા માટે ખૂબ સારી છે.વધુમાં તેઓ જણાવે છે કે, મોરબીની નામાંકિત કંપની એવી સિમ્પોલોમાં મારું સિલેક્શન સરકાર દ્વારા આયોજિત ભરતી મેળા થકી થયો છે ત્યારે હું મને નસીબદાર ગણું છું કે રોજગાર કચેરી થકી મને આ મહત્વની તક મળી શકી જેથી હું રોજગાર કચેરીનો પણ આભાર વ્યક્ત કરું છું.ભૂપેશ જોષી જેવા અનેક યુવાઓ આજે રોજગાર અને વિનિમય કચેરી ખાતે નોંધાયેલા છે અને ખૂબ મહત્વની જગ્યાઓ રોજગારી મેળવી રહ્યા છે. આ કચેરીઓ ખાતે ચાલતા રોજગારી અને કારકિર્દી માર્ગદર્શન કેન્દ્ર અનેક યુવાનોને રોજગારી લક્ષી માર્ગદર્શનની સાથે તેમની લાયકાત અનુસાર રોજગારીની તકો પણ પૂરી પાડે છે. ઉપરાંત વર્ષમાં અનેકવાર ઔદ્યોગિક ભરતી મેળાઓનું પણ આયોજન કરવામાં આવે છે. આ ભરતી મેળાઓમાં ખાનગી કંપનીઓના નોકરી દાતાઓ ઉપસ્થિત રહી જરૂરી લાયકાત મુજબના ઉમેદવારોની સ્થળ પર જ પસંદગી કરે છે. સરકારની આવી અનેક પહેલ આજના સમયમાં યુવાઓ માટે રોજગારી મેળવવા મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.