માનસિક બીમારી અને પ્રેમિકા સાથે ફોનમાં વાતચીતમાં ઝઘડા બાદ અંતિમ પગલું ભર્યુંમોરબી : મોરબી તાલુકાના ગોરખીજડિયા ગામની સીમમાં ફેક્ટરીમા રહી મજુરી કામ કરતા ઉત્તરપ્રદેશના વતની યુવાનને માનસિક બીમારીની સાથે પ્રેમ સંબંધના પ્રેમિકા સાથે વાતચીતમાં ઝઘડો થતા મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ગોરખીજડિયા ગામની સીમમાં આવેલ ઓટોપેક કારખાનામાં લેબર કોલોનીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની આશિષ ધરમપાલ પાસવાન ઉ.25 નામના યુવાનને માનસિક બીમારી હોય દવા ચાલુ હોય અને આશિષને કોઈ છોકરી સાથે પ્રેમ હોય ફોનમાં વાતચીત દરમિયાન ઝઘડો બોલાચાલી થતા આશિષે ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.