મોરબી જિલ્લાની કોઈ પણ મહિલા વિનામૂલ્યે ભાગ લઈ શકશે : શિશુ મંદિર શાળા, શનાળા ખાતે સ્પર્ધા યોજાશે, સ્પર્ધામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાતમોરબી : મોરબી અપડેટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના તહેવાર પર ભારતીય સંસ્કૃતિની પ્રતીક ગણાતી રંગોળીની સ્પર્ધાનું આગામી તા.12 ઓક્ટોમ્બરને રવિવારે આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં મોરબી જિલ્લાની કોઈ પણ મહિલા વિનામૂલ્યે ભાગ લઈ શકશે. (ગત વર્ષના વિજેતા સ્પર્ધક સ્પર્ધામાં ભાગ લઈ નહીં શકે) સ્પર્ધામાં ભાગ લેવા માટે આજે તારીખ 9 સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.મોરબી અપડેટ આયોજિત આ રંગોળી સ્પર્ધા આગામી તારીખ 12/10/25 ને રવિવારે બપોરે 2 વાગ્યે શિશુ મંદિર શાળા, શનાળા ખાતે યોજાશે. આ સ્પર્ધામાં મોરબી જિલ્લાની કોઈ પણ મહિલાઓ વિનામૂલ્યે ભાગ લઈ શકશે. (ગત વર્ષના વિજેતા સ્પર્ધક સ્પર્ધામાં ભાગ લઈ નહીં શકે) સ્પર્ધામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે. સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવશે. તેમજ 1થી 3 વિજેતા સ્પર્ધકોને આકર્ષક ઇનામો આપીને સન્માનીત કરાશે.રંગોળી સ્પર્ધાના નિયમોમોરબી અપડેટ આયોજિત રંગોળી સ્પર્ધામાં ભાગ લેનારે સ્પર્ધાના સ્થળે ત્રણ કલાકની સમય મર્યાદામાં પોતે એકલાએ રંગોળી બનાવવાની રહેશે. અન્ય વ્યક્તિની મદદ નહીં લઈ શકાય. રંગોળી માટેના કલરો, જરૂરી સાધનો તેમજ અન્ય જરૂરી વસ્તુઓ સ્પર્ધકે પોતાના ખર્ચે લાવવાના રહેશે. રંગોળીની સાઈઝ 4×4 ફૂટની ફિક્સ રાખવાની રહેશે. રંગોળી બનાવવામાં માત્ર રંગોળીના કલરનો જ ઉપયોગ કરવાનો રહેશે. મોબાઈલમાં જોઈને રંગોળી બનાવી શકાશે. દિવાળીના તહેવારને અનુરૂપ રંગોળી બનવાની રહેશે.રંગોળી સ્પર્ધા માટે તારીખ 12 ઓક્ટોમ્બર, રવિવારેના રોજ રજિસ્ટ્રેશન કરાવનાર સ્પર્ધકે, શિશુ મંદિર શાળા, શનાળા ખાતે બપોરે 1.45 વાગ્યા સુધીમાં સ્થળ પર પહોચી જવાનું રહેશે અને બપોરે 2 થી 5 વાગ્યા સુધીમાં 3 કલાકના સમયગાળામાં રંગોળી બનાવવાની રહેશે. સ્પર્ધાના જજ રંગોળીનું નિરીક્ષણ કરી પરિણામ નક્કી કરશે. ત્યાર બાદ વિજેતાનો સન્માન સમારોહ અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાશે. અને સ્પર્ધા પૂર્ણ થયા બાદ તમામ લોકો માટે રંગોળીનું પ્રદર્શન ખુલ્લું મુકાશે જેમાં કોઈ પણ લોકો સ્પર્ધામાં રજૂ થયેલી રંગોળી જોઈ શકશે.સ્પર્ધામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. રજિસ્ટ્રેશન માટે નીચેના નંબર પર માત્ર વોટ્સએપમાં પૂરું નામ, નંબર અને સ્પર્ધાનું નામ લખીને મેસેજ કરવાનો રેહશે. (માત્ર વોટ્સએપમાં મેસેજ કરવો) રજીસ્ટ્રેશન તારીખ 9 ઓક્ટોમ્બર સુધીમાં કરવાનું રહેશે.રજિસ્ટ્રેશન માટે સંપર્ક :નિરાલી વિડજા : 8141680092ધરતીબેન બરાસરા : 9825941704હેલી કોટેચા : 9104551954કાજલબેન ચંડીભમ્મર : 9825488733