મોરબી: નિયામક, આયુષ કચેરી, ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. હરેશ જેતપરિયાના માર્ગદર્શન હેઠળ આજે, તા. 09/10/2025 ને ગુરુવારના રોજ આયુષમાન આરોગ્ય મંદિર (સરકારી આયુર્વેદ દવાખાનું), જુના ઘાંટીલા ખાતે સેવા સપ્તાહ અને આયુષ ગ્રામ અંતર્ગત એક મેગા આયુર્વેદ-હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.કેમ્પની કામગીરીની સમીક્ષા કરવા માટે જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. જેતપરિયાએ ખુદ હાજરી આપી હતી. મોરબી જિલ્લા આયુષ ટીમ આયુર્વેદ અને હોમિયોપેથીનો વ્યાપ વધારવા માટે સતત પ્રયત્નશીલ રહે છે.જુના ઘાંટીલા ખાતે યોજાયેલ આ કેમ્પમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. ખાસ કરીને સાંધાના દુ:ખાવામાં તાત્કાલિક રાહત આપતી અગ્નિકર્મ ચિકિત્સાનો કુલ 23 દર્દીઓએ લાભ લીધો હતો. આ ઉપરાંત હરસ-મસા-ભગંદરના 14, હોમિયોપેથીના 32, વૃદ્ધાવસ્થા જન્ય રોગના 52 દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. તેમજ 106 IEC અને પ્લાન્ટ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા માટે ડૉ. એ.એ. શેરશિયા, ડૉ. વિરેન ઢેઢી અને ડૉ. એન.સી. સોલંકીએ સેવાઓ આપી હતી. સાથે જ, ગામના આગેવાન મિત્રોએ પણ કેમ્પના સફળ આયોજનમાં સહયોગ આપ્યો હતો.