સિરામિક ફેકટરીમાં ટાઇલ્સ મુકવાના ઘોડા અને ઇલેક્ટ્રિક રોબોટ વચ્ચે આવી ગયેલ શ્રમિકનું મૃત્યુમોરબી : મોરબી તાલુકાના ઉંચી માંડલ નજીક આવેલ સિરામિક ફેક્ટરીમાં કામ કરતો શ્રમિક યુવાન ફેકટરીમાં લગાવવામાં આવેલ ઇલેક્ટ્રિક રોબોટ અને ટાઇલ્સ મુકવાના ઘોડા વચ્ચે આવી જતા શ્રમિકનું ગંભીર ઇજાઓ બાદ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ઉંચી માંડલ નજીક આવેલ રોક સ્લેપ સિરામિક ફેકટરીમાં લેબર કોલોનીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની દાદુલાલસિંહ બારેલાલસિંહ ગૌડ ઉ.20 નામનો યુવાન ગત તા.25 સપ્ટેમ્બરના રોજ ફેક્ટરીમાં કામ કરી રહ્યો હતો ત્યારે રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં ફેકટરીમાં રહેલા ઇલેક્ટ્રિક રોબોટ અને ટાઇલ્સ મુકવાના ઘોડા વચ્ચે આવી જતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતા સારવાર દરમીયાન ગઈ તા.7 ઓક્ટોબરના રોજ દમ તોડી દેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.