મોરબી : તા. 7-10-2025 ને મંગળવારના રોજ મુંબઈના દાતાઓ બીજલબેન જગડ, મહિન્દ્રાભાઈ ગડા અને એમના સાથીદારો તરફથી મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની દીઘલિયા પ્રાથમિક શાળાના કુલ 138 વિદ્યાર્થીઓને સ્કૂલબેગ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. મુંબઈના આ દાતાઓએ ટ્રાન્સપોર્ટ દ્વારા કુલ 138 સ્કૂલબેગ ભેટ સ્વરૂપે મોકલ્યા હતા. શ્રી દીઘલિયા પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકોના હસ્તે શાળાના 138 વિદ્યાર્થીઓને સ્કૂલબેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. રંગીન અને આકર્ષક સ્કૂલબેગ મળવાથી વિદ્યાર્થીઓના ચહેરાઓ પર અનેરી ખુશી જોવા મળી હતી. દીઘલિયા પ્રાથમિક શાળાના 138 વિદ્યાર્થીઓને સ્કૂલબેગ ભેટ સ્વરૂપે આપવા બદલ આચાર્ય નરેન્દ્રભાઈ કાલરિયાએ મુંબઈના દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.