મોરબી: ગૌ માતાના નિભાવ કાર્યમાં સહાયરૂપ થવા માટે 'અભિલાષા ગૌ સેવા યુવક મંડળ સંચાલિત અંધ-અપંગ ગૌ શાળા, બગથળા' દ્વારા આ વર્ષે પણ ફટાકડાના વેચાણ માટે બે સ્ટોલ શરૂ કરવામાં આવ્યા છે.બગથળા ગામે આવેલી આ ગૌશાળામાં અંદાજિત 115 ગાયોનો નિભાવ કરવામાં આવે છે. ગૌશાળાના નિભાવ ખર્ચને પહોંચી વળવા માટે ફટાકડાના વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો એક સ્ટોલ ઉમા હોલ, રવાપર ગામ પાસે તેમજ બીજો સ્ટોલ પ્રસંગ હોલ, જી.આઈ.ડી.સી. (GIDC) ખાતે રાખવામાં આવ્યો છે. આ સ્ટોલ પર તદ્દન નવા સ્ટોકના ફટાકડા ઉપલબ્ધ છે અને કોઈ પણ જૂના ફટાકડા આપવામાં આવશે નહીં. તેમજ ફટાકડાની કિંમત એકદમ વ્યાજબી છે અને ગુણવત્તા (ક્વોલિટી) તથા ભાવની બાબતમાં ગ્રાહકને પૂરેપૂરો સંતોષ મળશે તેવું જણાવાયું છે. મંડળે મોરબી અને આસપાસના ધર્મપ્રેમી લોકોને આ સેવાના કાર્યમાં ભાગીદાર બનવા અને ગૌ માતાની સેવા માટે ફટાકડાની ખરીદી કરીને સહયોગ આપવા અપીલ કરી છે.