ઉમિયા સર્કલ પાસે વૃદ્ધના ખિસ્સામાંથી રૂ.૧૨ હજાર ચોરી લીધા હતા : અન્ય એક શખ્સનું નામ ખુલતા તેની પણ શોધખોળ હાથ ધરાઈમોરબી : મોરબી શહેરમાં પેસેન્જરને રિક્ષામાં બેસાડી નજર ચૂકવીને ખિસ્સામાંથી રૂપિયા ચોરી લેતા ત્રણ શખ્સોની ગેંગમાંથી બે શખ્સોને એલસીબી ટીમે ચોરેલા મુદ્દામાલ સાથે પકડી લઈ ત્રીજા શખ્સની શોધખોળ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.૨૯ સપ્ટેમ્બરના રોજ એક રીક્ષામાં ત્રણ અજાણ્યા શખ્સોએ ઉમીયા સર્કલ પાસેથી એક વૃદ્ધને રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી નજર ચુકવી રૂ.૧૨ હજારની રોકડ ચોરી લીધી હતી. આ મામલે એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન એલસીબી ટીમને બાતમી મળેલ કે મોરબીમાં વીસી હાઇસ્કુલ પાછળ આવેલ મંગલ ભુવન રોડ ઉપર ગલીમાં એક ઓટો રીક્ષા નંબર GJ 03 CT 0220માં બે અજાણ્યા વ્યક્તિ રાજકોટથી મોરબી આવેલ છે અને તેઓ ૫સેન્જરોને રીક્ષામાં બેસાડી તેઓની નજર ચુકવી ખીસ્સામાંથી રૂપીયા કાઢી ચોરી કરવાની ટેવવાળા છે. અને અત્યારે તે સ્થળે પેસેન્જર ગોતવાની ફીરાકમા છે. આ બાતમીના આધારે એલસીબીએ નિર્મળ ધીરૂભાઇ ઉઘરેજીયા રહે.રાજકોટ ભગવતીપરા તથા સોહીલ ઉર્ફે ભોલો હારૂન ઉર્ફે હકાભાઇ પરમાર રહે. રાજકોટ ભગવતીપરાવાળાને પકડી પુછપરછ કરતા તેઓએ તેમના અન્ય એક મિત્ર સાથે મળી આજથી દસેક દિવસ પહેલા મોરબીમાં શનાળા રોડ પર ઉમીયા સર્કલ પાસેથી એક મોટી ઉમરના વ્યક્તિને ગાંધી ચોકમાં જવાનું કહી રીક્ષામા પાછળની સીટમાં બેસાડી નવા બસ સ્ટેશન પાસે સ્પીડ બ્રેકર આવતા પેસેન્જરની નજર ચુકવી પેન્ટના ખીસ્સામાંથી રૂપીયા ૧૨૦૦૦/- ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. એલસીબીએ આ બન્ને શખ્સોની મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી સાથે અમીત ઉર્ફે બુચો રાજુભાઇ ડોડીયા રહે. રાજકોટ ભગવતીપરાવાળાની શોધખોળ હાથ ધરી છે. આ કામગીરીમાં એલસીબી પીઆઉ એમ.પી. પંડયા, પીએસઆઈ બી.ડી.ભટ્ટ, જે.પી.કણસાગરા સહિતના રોકાયેલ હતા.