મોરબી : મોરબીના બરવાળા થી બગથળા ગામને જોડતો રોડ વર્ષોથી કાચો રસ્તો હોય તાત્કાલિક ધોરણે આ રોડને ડામર રોડ બનાવવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે.મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં કે.ડી. બાવરવાએ જણાવ્યું છે કે, બરવાળાથી બગથળા જવા માટેનો રસ્તો ચોમાસામાં ચાલવા લાયક હોતો નથી. બરવાળા ગામની બધી જ જરૂરિયાતો માટે લોકોને બગથળા ગામ આવવું પડતું હોય છે. પરંતુ રસ્તો ખરાબ હોય લોકોને ભારે મુશ્કેલી પડે છે. આ ઉપરાંત ખેવાળિયા, નારણકા, લુંટાવદર, પીપળીયા વગેરે ગામના લોકો બગથળા ખાતે આવેલ નકલંક ભગવાનની પ્રસિદ્ધ જગ્યાના દર્શન માટે જવા માટે આ રોડનો ઉપયોગ કરતા હોય છે. તો અમારી માંગણી છે કે આ રોડને તાત્કાલિક ડામર રોડ બનાવામાં આવે. જો આવું કરવામાં નહી આવે તો સ્થાનિક ગામના લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ફરજ પડશે.